આવકવેરા વિભાગ (IT)ની ટીમ દિલ્હીની BBCની ઓફિસે પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ, 60થી 70 IT અધિકારીની ટીમ દરોડામાં સામેલ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કાર્યવાહી દરમિયાન સ્ટાફના ફોન સ્વિચ ઓફ કરવામાં આવ્યા છે. આ સાથે કેમ્પસમાં કોઈપણને આવવા-જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આઈટીની ટીમ BBC ઓફિસમાં રાખવામાં આવેલા રેકોર્ડ્સની તપાસ કરી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.કોંગ્રેસે આઈટીની આ કાર્યવાહીને બીબીસી ડોક્યુમેન્ટ્રી ઉપર બેન સાથે જોડી છે. કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યું, પહેલાં બીબીસીની ડોક્યુમેન્ટ્રી આવી, તેના ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો. હવે બીબીસી ઉપર આયકર વિભાગે રેડ કરી. હાલમાં જ બીબીસીની એક ડોક્યુમેન્ટ્રી આવી હતી. આ ડોક્યુમેન્ટ્રી 2002ના ગુજરાત તોફાન ઉપર હતી. કેન્દ્ર સરકારે પ્રોપેગેન્ડા જણાવી આ ડોક્યુમેન્ટ્રી ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેને લઇને સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી છે. એવામાં વિપક્ષ આયકર વિભાગની રેડને બીબીસીની ડોક્યુમેન્ટ્રી સાથે જોડીને કેન્દ્ર ઉપર નિશાનું સાધી રહ્યા છે. બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) વર્લ્ડ સર્વિસ ટેલિવિઝન બ્રિટિશ સરકારની સંસ્થા છે. તે 40 ભાષાઓમાં સમાચારોનું પ્રસારણ કરે છે. બ્રિટનની સંસદના ગ્રાન્ટ દ્વારા તેનું ફંડિંગ કરે છે. તેનું સંચાલન ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસ દ્વારા થાય છે. તે ડિજીટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ વિભાગ હેઠળ કામ કરે છે.BBCને એક રોયલ ચાર્ટર હેઠળ વર્ષ 1927માં શરૂ કરવામાં આવી હતી.
BBCની દિલ્હી ઓફિસમાં ઇન્કમટેક્સ વિભાગની ટીમ ત્રાટકી,70થી વધુ કર્મચારીઓની ટીમ કરી રહી છે તપાસ
આવકવેરા વિભાગ (IT)ની ટીમ દિલ્હીની BBCની ઓફિસે પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ, 60થી 70 IT અધિકારીની ટીમ દરોડામાં સામેલ છે.
New Update