Connect Gujarat
દેશ

ભારતીય સેનાના જવાનોએ લદ્દાખના પેંગોંગ લેક ખાતે કરી યોગ દિવસની ઉજવણી...

ભારતીય સેનાના જવાનોએ લદ્દાખના પેંગોંગ લેક ખાતે કરી યોગ દિવસની ઉજવણી...
X

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ખ્યાલ પીએમ મોદીએ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના સંબોધન દરમિયાન રજૂ કર્યો હતો. ત્યારથી યોગને વિશ્વભરમાં લોકપ્રિયતા મળી છે. આ વર્ષે યોગ દિવસની થીમ વસુધૈવ કુટુંબકમ માટે યોગ છે.

યોગને પ્રોત્સાહન આપવા માટે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતીય સેનાના જવાનોએ લદ્દાખના પેંગોંગ તળાવ ખાતે યોગ કર્યા હતા. તે જ સમયે, આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ પણ રાષ્ટ્રીય રાજધાનીમાં દિલ્હી છાવણીમાં યોગ કર્યા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે નેવી ચીફ એડમિરલ આર હરિકુમાર સાથે કેરળના કોચીમાં INS વિક્રાંતમાં યોગ કર્યા હતા. દરમિયાન, પીએમ મોદી 21 જૂને યુએન હેડક્વાર્ટર ખાતે યુએન નેતૃત્વ અને આંતરરાષ્ટ્રીય સમુદાયના સભ્યો સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. દર વર્ષે 21 જૂને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે યોગ દ્વારા લોકોમાં જાગૃતિ, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારીના પણ ખૂબ ફાયદાઓ થઈ રહ્યા છે.

Next Story