Connect Gujarat
દેશ

વિશ્વભરમાં અમેરિકા, UK,કેનેડા, ફ્રાંસ, જર્મની, બેલ્જિયમ સહિત 96 દેશોએ ભારતના કોવિડ-19 વેક્સિનેશન સર્ટીફિકેટને માન્યતા આપી

વિશ્વભરમાં અમેરિકા, UK,કેનેડા, ફ્રાંસ, જર્મની, બેલ્જિયમ સહિત 96 દેશોએ ભારતના કોવિડ-19 વેક્સિનેશન સર્ટીફિકેટને માન્યતા આપી
X

વિશ્વભરમાં અમેરિકા, UK,કેનેડા, ફ્રાંસ, જર્મની, બેલ્જિયમ સહિત વિશ્વભરના 96 દેશોએ કોવિડ-19 વેક્સિનેશન સર્ટીફિકેટ ભારત સાથે પરસ્પર માન્યતા આપવા માટે સહમતિ દર્શાવી છે. આ સાથે સરકાર વિશ્વના અન્ય દેશો સાથે પણ વિશ્વના સૌથી મોટા કોવિડ-19 વેક્સિનેશન પ્રોગ્રામને લગતા લાભાર્થીઓની સ્વીકૃતિ તથા માન્યતા અપાવવા માટે સતત સંપર્ક કરી રહી છે. જેથી શિક્ષણ, કારોબાર તથા પર્યટનના ઉદ્દેશથી પ્રવાસ કરવાનું સરળ બનાવી શકાય, તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.

આ સાથે સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 109 કરોડથી વધારે વેક્સિન આપી દેવામાં આવી છે. બીજી બાજુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ અત્યાર સુધીમાં 8 વેક્સિનને EUL (ઈમર્જન્સી યુઝ લિસ્ટ)માં સામેલ કરી છે. આ પૈકી બે વેક્સિન કોવેક્સિન તથા કોવિશીલ્ડ ભારતીય વેક્સિનનો સમાવેશ થાય છે

વર્તમાન સમયમાં 96 જેટલા દેશો વેક્સિનેશન સર્ટીફિકેટની પરસ્પરની માન્યતા આપવા તથા જેઓ કોવિશિલ્ડ/WHO માન્યતા ધરાવતા/રાષ્ટ્રીય મંજૂરી ધરાવતી કોવિડ વેક્સિન મારફતે સંપૂર્ણપણે વેક્સિનેટ થયેલા પ્રવાસીઓના ભારતીય વેક્સિનેશન સર્ટિફિકેટને માન્યતા આપી છે.

Next Story
Share it