Connect Gujarat
દેશ

ભારતના પ્રથમ મતદાર શ્યામ શરણ નેગીનું 106 વર્ષની વયે નિધન.!

ભારતના પ્રથમ મતદાર શ્યામ શરણ નેગીનું 106 વર્ષની વયે નિધન થયું છે. કિન્નૌર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ભારતના પ્રથમ મતદાર શ્યામ શરણ નેગીનું 106 વર્ષની વયે નિધન.!
X

ભારતના પ્રથમ મતદાર શ્યામ શરણ નેગીનું 106 વર્ષની વયે નિધન થયું છે. કિન્નૌર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર શ્યામ શરણ શોકગ્રસ્ત પરિવારને મળવા અને અંતિમ સંસ્કારમાં વ્યક્તિગત રીતે હાજરી આપવા તેમના વતન ગામ કલ્પા પહોંચ્યા હતા.

શ્યામ શરણ નેગી હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના કલ્પાના રહેવાસી હતા. તેમણે બે દિવસ પહેલા પોસ્ટલ બેલેટ દ્વારા વિધાનસભા ચૂંટણી માટે પોતાનો મત આપ્યો હતો. નેગીએ 1951-52ની ચૂંટણીમાં પ્રથમ વખત ભાગ લીધો હતો જે દેશની પ્રથમ ચૂંટણી હતી. 106 વર્ષીય શ્યામ શરણ નેગીએ તાજેતરમાં 34મી વખત મતદાન કર્યું હતું. 1951 થી આજ સુધી તેઓ સતત પોતાનો મત આપી રહ્યા છે.

કિન્નરના ડેપ્યુટી કમિશનર આબિદ હુસૈન સાદીકે જણાવ્યું હતું કે, "શ્યામ શરણ નેગીએ શનિવારે સવારે 2 વાગ્યે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમનું સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. નેગીએ 2 નવેમ્બર 2022 ના રોજ પોસ્ટલ બેલેટ દ્વારા હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો મત આપ્યો. દેશના સૌથી વૃદ્ધ મતદાર શ્યામ શરણ નેગી તાજેતરમાં રિટર્નિંગ ઓફિસરને 12-ડી ફોર્મ પરત કરીને ચર્ચામાં આવ્યા હતા. તેમણે ચૂંટણી પંચનું ફોર્મ પરત કર્યું હતું કે તેઓ મતદાન મથક પર જઈને મતદાન કરશે. જો કે, આ દરમિયાન તેમની તબિયત અચાનક બગડતાં ચૂંટણી અધિકારીઓ તેમના કલ્પાના ઘરે ગયા અને પોસ્ટલ વોટ મેળવ્યો હતો.

Next Story