પેરાલિમ્પિક 2024 ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન, 20 મેડલ જીત્યા

Featured | દેશ | સમાચાર, પેરિસ પેરાલિમ્પિક 2024 ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન યથાવત છે. મંગળવારે ભારતીય ખેલાડીઓએ પાંચ મેડલ જીત્યા હતા.

New Update
medal1

પેરિસ પેરાલિમ્પિક 2024 ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન યથાવત છે. મંગળવારે ભારતીય ખેલાડીઓએ પાંચ મેડલ જીત્યા હતા. જેમાં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

અજિત સિંહે જેવલિન થ્રોની F46 કેટેગરીમાં અને હાઈ જમ્પર શરદ કુમારે મંગળવારે હાઈ જમ્પની T63 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે આ પેરાલિમ્પિકમાં ભારતના મેડલની સંખ્યા અત્યાર સુધીમાં 20 પર પહોંચી ગઈ છે. મેડલનો આ આંકડો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ છે. તેના ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ્સના શાનદાર પ્રદર્શનના આધારે ભારતે ટોક્યો પેરાલિમ્પિકમાં તેના અગાઉના 19 મેડલના શ્રેષ્ઠ પ્રદર્શનને પાછળ છોડી દીધું છે. 

નોંધનીય છે કે આ વખતે ભારતે આ ગેમ્સમાં 25 પોઈન્ટના લક્ષ્ય સાથે પ્રવેશ કર્યો છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓ આ લક્ષ્યને હાંસલ કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. પેરિસ પેરાલિમ્પિકમાં 84 પેરા એથ્લેટ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ ગેમ્સ 8 સપ્ટેમ્બર સુધી યોજાનાર છે. ભારત 12 ડિસિપ્લિનમાં સ્પર્ધા કરી રહ્યું છે, જે ટોક્યો કરતાં ત્રણ વધુ છે.

Latest Stories