ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે.ઈઝરાયલે હમાસના વડા હાનિયાહ અને હિઝબુલ્લાહના વડા નસરલ્લાહનો ખાત્મો બોલાવ્યો હતો,ત્યાર બાદ મધ્ય-પૂર્વમાં ફફડાટનો માહોલ છે. જેથી ઈરાને તેની એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી છે.
મંગળવારની રાતે ઈરાને ઇઝરાયલ પર 181 બેલેસ્ટિક મિસાઈલ વડે હુમલો કર્યો હતો. આ સમય દરમિયાન ઈઝરાયલે એક કલાક તેમજ બેન ગુરિયન એરપોર્ટની થોડા સમય માટે એરસ્પેસ બંધ કરી દેવામાં આવી હતી.હવે ઈરાન પર ઇઝરાયલ ગમે ત્યારે મોટો હુમલો કરી શકે છે તેવી દહેશત છે.
આ તણાવ વચ્ચે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે ભારતના વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરતાં કહ્યું હતું કે, ઈરાનમાં રહેતા ભારતીયોએ સતર્ક રહેવું જોઈએ.તેમજ ઈરાનની મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત તહેરાનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે.