400 કિલો યુરેનિયમ ગયું ક્યાં? ઈરાન પર હુમલા બાદ પણ વધ્યું અમેરિકાનું ટેન્શન
ઈરાન ઈઝરાયલ યુદ્ધમાં એન્ટ્રી લેતાં અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર બંકર બસ્ટર બોમ્બ વડે હુમલો કર્યો હતો. જો કે, આ હુમલા બાદ અમેરિકા પોતે ગોથે ચડ્યું છે.
ઈરાન ઈઝરાયલ યુદ્ધમાં એન્ટ્રી લેતાં અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર બંકર બસ્ટર બોમ્બ વડે હુમલો કર્યો હતો. જો કે, આ હુમલા બાદ અમેરિકા પોતે ગોથે ચડ્યું છે.
ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો 10મો દિવસ છે. આ યુદ્ધ દરમિયાન બંને દેશોએ ઘણું નુકસાન સહન કર્યું છે. પરંતુ બંને દેશો હજુ પણ રોકવા તૈયાર નથી.
અમેરિકાએ ઈરાનના પરમાણુ મથક પર ભીષણ હુમલો કર્યા બાદ ગુસ્સે ભરાયેલા ઈરાને, ઈઝરાયેલ પર 30થી વધુ મિસાઈલો છોડી છે. ઈરાને તેલ અવીવ, હાઈફા અને જેરુસલેમને વધુ એકવાર નિશાન બનાવ્યા છે.
ઈરાનના મિસાઈલ હુમલામાં ઉંચી ઇમારતોને સૌથી વધુ નુકસાન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેલ અવીવના વિવિધ વિસ્તારોમાં 7 ઈરાની મિસાઈલ પડી છે