અમૃતસરમા ફરકશે ભારતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ, પાકિસ્તાન સુધી સ્પષ્ટ દેખાશે આ ધ્વજ....

New Update
અમૃતસરમા ફરકશે ભારતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ, પાકિસ્તાન સુધી સ્પષ્ટ દેખાશે આ ધ્વજ....

 કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે અમૃતસરમાં દેશનો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ ફરકાવશે. આ રાષ્ટ્રધ્વજ ICP અટારી બોર્ડર પર ફરકાવવામાં આવશે. આ રાષ્ટ્રધ્વજ એટલો ઉંચો છે કે તે પાકિસ્તાન સુધી સ્પષ્ટ દેખાશે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે અમૃતસરમાં સાંજે 4.15 કલાકે દેશનો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ ફરકાવશે.

આ રાષ્ટ્રધ્વજની ઊંચાઈ 418 ફૂટ છે. આ રાષ્ટ્રધ્વજ અટારી બોર્ડર પર ફરકાવવામાં આવશે. આ પહેલા નીતિન ગડકરી હરમંદિર સાહિબના દર્શન કરશે તેમજ રીટ્રીટ સેરેમનીમાં પણ ઉપસ્થિત રહેશે. અમૃતસરના ડીસીએ જણાવ્યું હતું કે નીતિન ગડકરી આજે સવારે પહેંચશે અને તેઓ દિલ્હી-કટરા એક્સપ્રેસવેના કામની સમીક્ષા કરશે.

આ પછી ગડકરી હર્ષા ગામ નજીક ચાલતા નેશનલ હાઈવેના કામોની પણ સમીક્ષા કરશે તેમ ડીસીએ વધુમાં જણાવ્યું હતું. આજે નીતિન ગડકરી સૌથી ઉંચા રાષ્ટ્રધ્વજ ફરકાવતા પહેલા અટારી બોર્ડર પર રીટ્રીટ સેરેમની નિહાળશે તેમજ BSF મ્યુઝિયમની પણ મુલાકાત લેશે. સુરક્ષાને પગલે પોલીસ અને પ્રશાસન દ્વારા અધીકારીઓને પણ ફરજ પર મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ વિભાગોના અધિકારીઓને પણ એલર્ટ પર કામ કરવા સૂચના આપવામાં આવી છે. આ માટે થોડા દિવસો પહેલા વિવિધ વિભાગોના અધિકારીઓની એક સંયુક્ત બેઠક પણ યોજાઈ હતી.

Latest Stories