Connect Gujarat
દેશ

સિંગાપોરના 7 ઉપગ્રહોને ઈસરોએ લોન્ચ કર્યા, 44.4 મીટર લાંબા PSLV-C56 રોકેટથી કરવામાં આવ્યું લોન્ચિંગ.....

સિંગાપોરના 7 ઉપગ્રહોને ઈસરોએ લોન્ચ કર્યા, 44.4 મીટર લાંબા PSLV-C56 રોકેટથી કરવામાં આવ્યું લોન્ચિંગ.....
X

સિંગાપોરના સાત ઉપગ્રહોને આજે સવારે 6.30 વાગ્યે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરમાંથી લોન્ચ કરવામાં આવ્યા હતા. આ લોન્ચિંગ 44.4 મીટર લાંબા PSLV-C56 રોકેટથી કરવામાં આવ્યું છે.

PSLVની આ 58મી ઉડાન છે. મોકલવામાં આવેલા સાત ઉપગ્રહોમાં સૌથી મહત્વપૂર્ણ DS-SAR ઉપગ્રહ છે. DS-SAR ઉપગ્રહને સિંગાપોરની ડિફેન્સ સાયન્સ એન્ડ ટેક્નોલોજી એજન્સી (DSTA) અને સિંગાપોરની ST એન્જિનિયરિંગ વચ્ચેની ભાગીદારી હેઠળ વિકસાવવામાં આવ્યો છે. ઉપગ્રહનો ઉપયોગ સિંગાપોર સરકારની વિવિધ એજન્સીઓની સેટેલાઇટ ઇમેજની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવશે.

ST એન્જિનિયરિંગ તેનો ઉપયોગ તેના વ્યાપારી ગ્રાહકોને મલ્ટિ-મોડલ અને ઉચ્ચ-ગુણવત્તાવાળી ઇમેજિંગ અને જીયો સ્ટેશનરી સેવાઓ પ્રદાન કરવા માટે કરશે. DS-SAR 'ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ' (IAI) દ્વારા વિકસિત 'સિન્થેટિક એપરચર રડાર' (SAR) પેલોડ છે. તેની મદદથી, DS-SAR હવામાનની દરેક પરિસ્થિતિઓ, દિવસ અને રાતમાં એક-મીટર-રિઝોલ્યુશન ઇમેજ લેવામાં સક્ષમ છે.

Next Story