Connect Gujarat
દેશ

ISRO 14 જુલાઇએ લોન્ચ કરશે ચંદ્રયાન-3, ભારતની છ પૈડાંવાળી ગાડી આ રીતે ચંદ્ર પર ઉતરશે..

ISRO 14 જુલાઇએ લોન્ચ કરશે ચંદ્રયાન-3, ભારતની છ પૈડાંવાળી ગાડી આ રીતે ચંદ્ર પર ઉતરશે..
X

ચંદ્રયાન-3 14 જુલાઈએ બપોરે 2.35 વાગ્યે લોન્ચ થશે. લોન્ચિંગની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. લોન્ચિંગ પેડ પર રોકેટ અને ચંદ્રયાન-3 ફીટ કરવામાં આવ્યા છે. LVM3 M4 વાહન લોન્ચ પેડ પર આવી ગયું છે. હાલ લોન્ચિંગની અંતિમ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એ વાત તો નોંધનીય છે કે ભારત આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સ્પેસશીપ ચંદ્રયાન-3 લોન્ચ કરશે.

આ જાણકારી આપતા ઈસરોના ચીફ એસ સોમનાથે જણાવ્યું કે ચંદ્રયાન 23 અથવા 24 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરશે. જો ચંદ્રયાન-3નું લેન્ડર ચંદ્ર પર ઉતરવામાં સફળ રહ્યું તો ભારત આવું કરનાર ચોથો દેશ બની જશે. આ પહેલા અમેરિકા, રશિયા અને ચીન ચંદ્ર પર પોતાનું અવકાશયાન ઉતારી ચૂક્યા છે. ચંદ્રયાન-3માં ત્રણ મહત્વપૂર્ણ સાધનો છે. લેન્ડર મોડ્યુલ, પ્રોપલ્શન મોડ્યુલ અને ઈન્ટીગ્રેટેડ મોડ્યુલ. આ ત્રણેય મોડ્યુલને એસેમ્બલ કરીને ચંદ્રની ભ્રમણકક્ષામાં અમુક પ્રકારના રોકેટ દ્વારા મોકલવામાં આવશે.

Next Story