જમ્મુ કશ્મીર: ચૂંટણીના 6 દિવસ પહેલા આતંકવાદીઓના મળ્યા ઠેકાણા, વિસ્ફોટકો પણ કબ્જે કરાયા

Featured | દેશ | સમાચાર , સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના 6 દિવસ પહેલાં ગુરુવાર 12 સપ્ટેમ્બરના રોજ કુપવાડા અને કુલગામ જિલ્લામાં આતંકવાદીઓનાં બે

New Update
Screenshot_2024-09-13-07-33-04-39_40deb401b9ffe8e1df2f1cc5ba480b12

સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના 6 દિવસ પહેલાં ગુરુવાર 12 સપ્ટેમ્બરના રોજ કુપવાડા અને કુલગામ જિલ્લામાં આતંકવાદીઓનાં બે ઠેકાણાં શોધી કાઢ્યાં હતાં. કુપવાડામાંથી મોટી માત્રામાં દારૂગોળો અને વિસ્ફોટકો મળ્યા હતાં. એ જ સમયે કુલગામમાં માત્ર ઠેકાણાની જાણકારી મળી. આતંકવાદીઓએ કુપવાડાના કેરન સેક્ટરમાં એક મોટા ઝાડના મૂળમાં ખાડો ખોદીને આ ઠેકાણું બનાવ્યું હતું.

મૂળની જગ્યા 5થી 6 ફૂટ હતી. અહીંથી AK-47ના 100થી વધુ કારતૂસ, 20 હેન્ડ ગ્રેનેડ અને 10 નાનાં રોકેટ મળ્યાં હતાં.ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે કુપવાડાના કેરન સેક્ટરમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. સેનાને જમ્મુ-કાશ્મીરમાં તહેનાત ચૂંટણી નિરીક્ષક પાસેથી આ ગુપ્ત માહિતી મળી હતી.જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો પર ત્રણ તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન થશે. પરિણામ 8મી ઓક્ટોબરે આવશે.

Latest Stories