Connect Gujarat
દેશ

જમ્મુ કાશ્મીર : પુંછ સેક્ટરમાં ભારતીય સેનાના વાહન પર આતંકીઓ દ્વારા કરાયો હુમલો

જમ્મુ કાશ્મીર : પુંછ સેક્ટરમાં ભારતીય સેનાના વાહન પર આતંકીઓ દ્વારા કરાયો હુમલો
X

જમ્મુ કાશ્મીરના પુંછ સેક્ટરમાં શુક્રવારે ભારતીય સેનાના વાહન પર આતંકીઓ દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે. શુક્રવાર સાંજ પુંછ જિલ્લાના ખનેતર વિસ્તારમાં આતંકવાદીઓએ સેનાના વાહન પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો. જે બાદ જવાનોએ જવાબી ફાયરિંગ કરવું પડ્યું હતું. અત્યાર સુધી કોઈ ઘાયલ અથવા મોતનો રિપોર્ટ સામે આવ્યો નથી. હાલમાં ગાળીબાર ચાલી રહ્યો છે. સમગ્ર વિસ્તારને ખાલી કરાવીને સેના સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે, બીજી તરફ કેટલા આતંકીઓ છુપાયેલા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જોઈએ તો, પુંછમાં રોડ પર એક પહાડી પરથી બે રાઉન્ડ ફાયરિંગ સેનાની ગાડી પર કરવામાં આવ્યું. આ ઘટનામાં સેનાના એક વરિષ્ઠ અધિકારીનું વાહન ક્ષતિગ્રસ્ત થઈ ગયું. રિપોર્ટ્સ અનુસાર, પીર પંજાલ રેન્જ અંતર્ગત રાજૌરી અને પુંછ સેક્ટર 2003થી આતંકવાદ મુક્ત હતું. પણ ઓક્ટોબર 2021 બાદ અહીં મોટા હુમલાઓ શરુ થઈ ગયા છે. ગત સાત મહિનામાં અધિકારીઓ અને કમાંડો સહિત 20 ભારતીય સૈનિકો અહીં શહીદ થઈ ચુક્યા છે. છેલ્લા બે વર્ષોથી આ વિસ્તારમાં કાર્યવાહી કરતા 35થી વધારે સૈનિકો શહીદ થયા છે.

Next Story