Connect Gujarat
દેશ

જમ્મુ-કાશ્મીર : સતત થઇ રહેલ હત્યાના બનાવથી કેન્દ્ર સરકાર એક્શનમાં, તપન ડેકા પહોંચ્યા જમ્મુ...

જમ્મુ-કાશ્મીર : સતત થઇ રહેલ હત્યાના બનાવથી કેન્દ્ર સરકાર એક્શનમાં, તપન ડેકા પહોંચ્યા જમ્મુ...
X

જમ્મુ કાશ્મીરમાં સતત થઇ રહેલ હત્યાથી કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. જેમાં એક મોટા નિર્ણયથી આતંકીઓને શોધી શોધીને મારવાની યોજના બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પોતાના ટોપ આતંક વીરોધી એક્સપર્ટને મોકલવામાં આવ્યા છે. આ એક્સપર્ટ સ્થાનીય પોલીસની સાથે મળીને પાકિસ્તાન સમર્થિત આતંકીઓના સફાયામાં મદદ કરશે. ગુરુવારે શ્રીનગરના ઈદગાહ વિસ્તારના સરકારી સ્કૂલમાં એક આતંકી હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરને લઈને 5 કલાક મેરેથોન બેઠક કરી હતી.

ગત 5 દિવસમાં થયેલા હુમલાની પાછળ પાકિસ્તાન લશ્કર-એ-તોયબા સમર્થિત ધ રેઝિસ્ટન્સ ફોર્સનો હાથ હતો. સુરક્ષા એજન્સીઓના આતંક વિરોધી એક્સપર્ટની ટીમ ઘાટી મોકલવાની સાથે હુમલાના ષડયંત્રકારોને પકડવાના નિર્દેશ આપ્યા છે. આદેશ બાદ ઇન્ટેલિજન્સ બ્યૂરોના આંતંક વીરોધી અભિયાનના પ્રમુખ તપન ડેકા શુક્રવારે ઘાટી રવાના થઈ રહ્યા છે. તે ખુદ આતંકીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાન પર નજર રાખશે. આ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ અન્ય આતંક વીરોધીઓ પહેલાથી કાશ્મીર પહોંચી ચૂક્યા છે. ઘાટીમાં નાગરિકોને નિશાન બનાવતા આતંકી હુમલો એવા સમયે થઈ રહ્યો છે, જ્યારે દેશભરના ટુરિસ્ટ હવે કાશ્મીરમાં જમા થઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે સુરક્ષા એજન્સીઓ અને અદ્ય સૈન્ય દળોને નિર્દેશ આપ્યા છે કે, તે મોડું કર્યા વગર હુમલાખોરોને ખતમ કરે અને ઘાટીમાં શાંતિ સ્થાપિત કરે...

Next Story
Share it