જમ્મુ-કાશ્મીર: DG જેલ હેમંત લોહિયાની કેચપની બોટલથી ગળું કાપીને હત્યા, આતંકી સંગઠન TRFએ લીધી જવાબદારી

જમ્મુ-કાશ્મીરના DG જેલ (ડાયરેક્ટર જનરલ ઓફ પ્રિજન્સ), હેમંત લોહિયાની સોમવારે મોડી રાત્રે તેમના જ ઘરમાં ગળું કાપીને હત્યા કરવામાં આ

New Update
જમ્મુ-કાશ્મીર: DG જેલ હેમંત લોહિયાની કેચપની બોટલથી ગળું કાપીને હત્યા, આતંકી સંગઠન TRFએ લીધી જવાબદારી

જમ્મુ-કાશ્મીરના DG જેલ (ડાયરેક્ટર જનરલ ઓફ પ્રિજન્સ), હેમંત લોહિયાની સોમવારે મોડી રાત્રે તેમના જ ઘરમાં ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ તેના મૃતદેહને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

લોહિયાના જ ઘરમાં રહેતા નોકર યાસિરે DGની હત્યા કરી છે.હત્યાના લગભગ 10 કલાક બાદ મંગળવારે સવારે આતંકવાદી સંગઠન TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ)એ લોહિયાની હત્યાની જવાબદારી લીધી છે.TRFએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી જણાવી છે. એ લશ્કર સાથે જોડાયેલી સંસ્થા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોહિયાના નોકર યાસિરે તેમના પર હુમલો કર્યો હતો. કાચની બોટલ વડે તેમના ગળાના ભાગે હુમલો કરીને ગળું કાપી નાખ્યું હતું. આતંકવાદી સંગઠેને તેની અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ગૃહમંત્રીને આ અમારી તરફથી નાનકડી ભેટ છે. અને કોઈને પણ ગમે ત્યારે, ગમે ત્યાં મારી શકીએ છીએ. આ આતંકી તેમના ઘરમાં નોકર બનીને રહેતો હતો. આ ઘટના બાદથી તેનો નોકર ફરાર છે. પોલીસે યાસિરની શોધખોળ શરૂ કરી છે.DG હેમંત લોહિયા જમ્મુની બહારના વિસ્તાર ઉદયવાડામાં રહેતા હતા. તેઓ 1992 બેચના IPS અધિકારી હતા. આ વર્ષે ઓગસ્ટમાં તેમને ડીજી જેલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની હત્યા શા માટે કરવામાં આવી એ અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી.

Latest Stories