/connect-gujarat/media/media_files/urTuFnnTYuhYPWCR9zWm.jpg)
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં શુક્રવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ચાર જવાન ઘાયલ થયા હતા. જેમાંથી એક જવાનનું સારવાર દરમિયાન જીવ ગૂમાવ્યો હતો. ભારતીય સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને આ વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે. સેના અને આતંકવાદીઓ વચ્ચે આ અથડામણ કિશ્તવાડના ચત્રુ વિસ્તારમાં થઈ હતી.
સેનાએ બધાને હોસ્પિટલમાં દાખલ કર્યા. ઘાયલ સુરક્ષાકર્મીઓમાંથી એકને સારવાર માટે નજીકની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે જીવ ગુમાવ્યો હતો. જ્યારે અન્ય ત્રણ જવાનોને સ્થાનિક સારવાર આપવામાં આવી રહી છે.