જમ્મુ કાશ્મીર : સુરક્ષાદળોને મળી મોટી સફળતા, બે આતંકીઓને કર્યા ઠાર

સુરક્ષાદળોને અહીં મોટી સફળતા મળી

New Update
જમ્મુ કાશ્મીર : સુરક્ષાદળોને મળી મોટી સફળતા, બે આતંકીઓને કર્યા ઠાર

જમ્મુ કાશ્મીરમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. સુરક્ષાદળોને અહીં મોટી સફળતા મળી છે. ભારતીય સેના અને સ્થાનિક પોલીસે કંટ્રોલ લાઈનની નજીક બે ખૂંખાર આતંકીઓને પતાવી દીધા છે. તેમની પાસે 2 AK-47 રાઈફલ, બે પિસ્તોલ અને 4 હેંડ ગ્રેનેડ જપ્ત કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ અથડામણની ઘટના કુપવાડામાં કંટ્રોલ લાઈન નજીક માછિલ વિસ્તારના ટેકરી નાર ક્ષેત્રમાં થઈ છે. જમ્મુ કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકીઓની પાસેથી બે એક 47 રાઈફલ, બે પિસ્તોલ અને 4 હેંડ ગ્રેનેડ જપ્ત કરાઈ છે. પોલીસ હવાલેથી કહેવાય છે કે, આતંકીઓની ઓળખાણ હાલમાં થઈ શકી નથી. કંટ્રોલ લાઈન નજીક સરહદ પારના આતંકી પોતાની કરતૂતને અંજામ આપવાની કોશિશમાં લાગેલા છે. આ ઉપરાંત સ્થાનિક આતંકી પણ આ વિસ્તારમાં ડોકાયા કરે છે. તેથી હાલમાં આતંકીઓની ઓળખાણ થઈ શકી નથી.

Latest Stories