જમ્મુ કાશ્મીર : આતંકીઓએ કિશ્તવાડના કુંતવાડા વિસ્તારમાં ગ્રામ રક્ષા જૂથના બે સભ્યોને મારી ગોળી

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ફરી વકરી રહ્યો છે. સતત હુમલાઓ થઈ રહ્યા છે. ગુરુવારે આતંકીઓએ કિશ્તવાડના કુંતવાડા વિસ્તારમાં ગ્રામ રક્ષા જૂથના બે સભ્યોને ગોળી મારી

New Update
જમ્મુ

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ફરી વકરી રહ્યો છે. સતત હુમલાઓ થઈ રહ્યા છે. ગુરુવારે આતંકીઓએ કિશ્તવાડના કુંતવાડા વિસ્તારમાં ગ્રામ રક્ષા જૂથના બે સભ્યોને ગોળી મારી દીધી. બંને ઢોર ચરાવવા માટે જંગલમાં ગયા હતા. તેમના પાસે હથિયાર નહોતા.

આતંકીઓની ગોળીનો શિકાર એક વીડીજીનું નામ નાઝિર અહમદ અને બીજાનું નામ કુલદીપ કુમાર છે. આતંકીઓએ બંનેને આંખે પટ્ટી બાંધી અને ગોળી મારી દીધી. ઠીક એવી જ રીતે જેવી રીતે આઈએસઆઈએસના આતંકી લોકોને ગોળીઓ મારે છે.