જમ્મુ-કાશ્મીરની ધરતી એકવાર જોરદાર ભૂકંપના ઝટકાથી હચમચી ગઈ હતી. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5 માપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં હતું. ભૂકંપના આંચકા સાંજે 4.19 કલાકે અનુભવાયા હતા. ભૂકંપ આવતા જ લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં હળવો ભૂકંપના આંચકા અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. હિમાલયના વિવિધ ભાગોમાં સાંજે લગભગ 4:19 વાગ્યે હળવો આંચકો અનુભવાયો હતો. યુએસ જિયોલૉજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તાર હતો.
આ પહેલા, મંગળવારે મોડી રાત્રે જાપાનના ઉત્તર-મધ્ય વિસ્તાર નોટોમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. જાપાન હજુ પણ આ વર્ષની શરૂઆતમાં આવેલા ઘાતક ભૂકંપમાંથી બહાર આવી રહ્યું છે. નોટો દ્વીપકલ્પના પશ્ચિમ કિનારે 10 કિલોમીટર (6.2 માઇલ) ની ઊંડાઈએ 6.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. USGS એ તેની તીવ્રતા 6.1 તરીકે જાહેર કરી.