જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલની EDએ કરી ધરપકડ, 538 કરોડના બેન્ક કૌભાંડનો આરોપ…

જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલની EDએ કરી ધરપકડ, 538 કરોડના બેન્ક કૌભાંડનો આરોપ…
New Update

જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમના પર 538 કરોડ રૂપિયાના બેંક કૌભાંડનો આરોપ છે. જેમને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અત્રે જણાવી દઈએ કે, તેમની ધરપકડ પહેલા પૂછપરછ કરવામાં આવી હતી. નરેશ ગોયલને EDના અધિકારીઓએ શુક્રવારે સવારે પૂછપરછ માટે બોલાવ્યા હતા. જેઓ અગાઉ પણ બે વખત ED સમક્ષ હાજર થયા ન હતો. EDના અધિકારીઓ તેમને પૂછપરછ માટે લઈ ગયા હતા. ત્યારબાદ ત્યાંથી તેમને મુંબઈ લાવવામાં આવ્યો હતાં. પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.

ગોયલ વિરુદ્ધ EDનો આ કેસ ચાલુ વર્ષે મે મહિનામાં નોંધાયેલી CBIની FIR પર આધારિત છે. સીબીઆઈના અધિકારીઓએ 5 મેના રોજ ગોયલના નિવાસસ્થાન અને તેમની ઓફિસ સહિત મુંબઈમાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. 

#India #arrested #founder Naresh Goyal #Jet Airways #ED #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article