ઝારખંડના ધનબાદમાં મોર્નિંગ વોક કરી રહેલા જજને ઓટો ડ્રાઇવરે પાછળથી ટક્કર મારી, વાંચો શું છે મામલો

New Update
ઝારખંડના ધનબાદમાં મોર્નિંગ વોક કરી રહેલા જજને ઓટો ડ્રાઇવરે પાછળથી ટક્કર મારી, વાંચો શું છે મામલો

ઝારખંડના ધનબાદમાં મોર્નિંગ વોક કરી રહેલા જિલ્લા તથા સત્ર ન્યાયાધીશ ઉત્તમ આનંદના દુર્ઘટનામાં મોતનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનએ સુપ્રીમ કોર્ટને આ સમગ્ર મામલાની સ્વતંત્ર તપાસની માંગ કરી છે SCBAએ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે આ મામલાની સ્વતંત્ર તપાસ થવી જોઈએ કારણ કે જે રીતે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, તેની પાછળ મોટું કાવતરું હોઈ શકે છે.

મુખ્ય ન્યાયાધીશ જસ્ટિીસ એનવી રમન્નાએ કહ્યું કે, તેમણે ઝારખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે વાત કરી છે. હાઈકોર્ટે મામલાની જાતે ગંભીર નોંધ લેતા ધનબાદના પોલીસ અધિકારીને સમન્સ પાઠવ્યા છે. હાઈકોર્ટ આ મામલાને જોઈ રહી છે. મોર્નિંગ વોક પર ગયેલા જજ ઉત્તમ આનંદની દુર્ઘટનામાં મોતના જે સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે, તેનાથી ઘણે અંશે એવું સ્પષ્ટ થયું છે કે ઓટો ડ્રાઇવરે ટક્કર જાણીજોઈને મારી છે.

પૂર્વ ધારાસભ્યના નજીકના રંજય હત્યાકાંડ જેવા અનેક અગત્યના કેસોની સુનાવણી કરનારા જજના મોતને હત્યાનો મામલો માનીને પોલીસ દરેક પાસા પર તપાસ કરી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કહ્યું કે ટૂંક સમયમાં આ કાંડનો ખુલાસો કરી આરોપીઓને સજા અપાવવામાં આવશે. બીજી તરફ, ધારાસભ્યએ આ મામલામાં સીબીઆઇ તપાસની માંગ કરી છે. મૃતક જજ ઉત્તમ આનંદ પૂર્વ ધારાસભ્ય સંજીવ સિંહના નજીકના ગણાતા રંજય હત્યાકાંડના મામલામાં સુનાવણી કરી રહ્યા હતા.

આ એક અગત્યની વાત છે તેથી પોલીસ આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. આ મામલામાં ત્રણ દિવસ પહેલા જ જજ આનંદે ઉત્તર પ્રદેશના ઇનામી શૂટર અભિનવ સિંહ અને હોટવાર જેલમાં કેદ અમન સિંહ સાથે સંબંધ ધરાવતા શૂટર રવિ ઠાકુર અને આનંદ વર્માની જામીન અરજી ફગાવી દીધી હતી. તેની સાથે જ, આનંદ કતરાસમાં રાજેશ ગુપ્તાના ઘર પર બોમ્બવાળા કેસ જેવા અનેક સંવેદનશીલ કેસોની સુનાવણી જજ ઉત્તમ આનંદ કરી રહ્યા હતા.