J&K : આતંકવાદીઓએ અનંતનાગમાં ટેરિટોરિયલ આર્મીના જવાનોનું કર્યું અપહરણ

જમ્મુ-કાશ્મીર ચૂંટણીના પરિણામો આવ્યા બાદ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આતંકવાદીઓએ અનંતનાગમાં ટેરિટોરિયલ આર્મી (TA)ના જવાનોનું અપહરણ કર્યું

New Update
j&K

જમ્મુ-કાશ્મીર ચૂંટણીના પરિણામો આવ્યા બાદ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આતંકવાદીઓએ અનંતનાગમાં ટેરિટોરિયલ આર્મી (TA)ના જવાનોનું અપહરણ કર્યું છે. આ જવાનોને અનંતનાગના જંગલ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા હતા. અપહરણ કરાયેલા બે જવાનો પૈકી એક બચીને ભાગી જવામાં સફળ રહ્યો હતો. સેનાએ કહ્યું છે કે સુરક્ષા દળો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. જે જવાન ભાગવામાં સફળ રહ્યો હતો તેને સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. 

ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ આ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જવાનને શોધવા માટે આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે.

આ ઘટના એવા સમયે બની છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં 8 ઓક્ટોબરે ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે અને હવે અહીં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનની નવી સરકાર બનવા જઈ રહી છે. હવે રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકાર સામે પણ પડકાર વધશે. વાસ્તવમાં, પાકિસ્તાન અને પાકિસ્તાન સમર્થક સંગઠનો ચૂંટણી સફળ રહેતા ગુસ્સામાં છે. આ પછી અહીં આતંકવાદી ગતિવિધિઓમાં ભારે વધારો થવાની સંભાવના છે.

Latest Stories