કર્ણાટકમાં કોંગ્રેસની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો છે. કર્ણાટકમાં સિદ્ધારમૈયાએ CM પદના શપથ લીધા છે. ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા છે. આજે બપોરે 12.30 કલાકે બેંગલુરુના કાંતિરાવા સ્ટેડિયમમાં રાજ્યપાલ થાવરચંદ ગેહલોત સિદ્ધારમૈયાને CM પદના શપથ અપાવ્યા છે.સિદ્ધારમૈયા આજે બીજી વખત કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા છે. તેમની સાથે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારને ડેપ્યુટી CM પદના શપથ લીધા હતા. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે શપથ અપાવ્યા હતા. સિદ્ધારમૈયાના શપથ ગ્રહણમાં વિપક્ષના ઘણા નેતાઓ પણ પહોંચ્યા છે. જેમાં મહેબૂબા મુફ્તી, નીતીશ કુમાર, તેજસ્વી યાદવ, ડી રાજા, સીતારામ યેચુરી, એમકે સ્ટાલિન અને કમલ હાસન સમારોહમાં હાજર છે..
કર્ણાટક: સિદ્ધારમૈયાએ CM પદના શપથ લીધા, ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ
સિદ્ધારમૈયા આજે બીજી વખત કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા છે. તેમની સાથે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારને ડેપ્યુટી CM પદના શપથ લીધા
New Update
Latest Stories