દિલ્હીમાં G-20 કોન્ફરન્સ માટે મહેમાનોના આગમનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેને જોતા કેદારનાથ ધામની હેલિકોપ્ટર સેવા બંધ કરી દેવામાં આવી છે અને જી-20 કોન્ફરન્સ માટે તમામ હેલિકોપ્ટરને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. હાલમાં કેદારનાથ ધામમાં 8 હેલિકોપ્ટર કંપનીઓ તેમની સેવાઓ પૂરી પાડી રહી છે. હવે તેમની હેલી સર્વિસ G-20 માટે બુક કરવામાં આવી છે. દેશની રાજધાની દિલ્હી G20 સમિટ 2023 માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ભારત 9 અને 10 સપ્ટેમ્બરે આ કોન્ફરન્સનું આયોજન કરશે, જેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે આ બધાની અસર ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં પણ જોવા મળી રહી છે. અહીં શ્રદ્ધાળુઓને આપવામાં આવતી હેલિકોપ્ટર સેવા 7 થી 11 સપ્ટેમ્બર સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડના ગઢવાલ રેન્જના આઈજી કે.એસ. નાગન્યાલે જણાવ્યું કે જે મુસાફરોએ 7 થી 11 સપ્ટેમ્બર સુધી હેલિકોપ્ટર સેવા બુક કરાવી હતી, તેઓ 11મી પછી જ હેલિકોપ્ટરથી કેદારનાથ ધામ સુધી જઈ શકશે. તેમણે કહ્યું કે G20 કાર્યક્રમને સફળ બનાવવા માટે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. સંમેલન સમાપ્ત થયા પછી, ભક્તો માટે ફરીથી હેલિકોપ્ટર સેવા શરૂ થશે.
કેદારનાથની હેલિકોપ્ટર સેવા 5 દિવસ માટે બંધ કરાઇ, G20ના મહેમાનોને લેવા તમામ હેલિકોપ્ટર પહોચ્યા દિલ્હી...
દિલ્હીમાં G-20 કોન્ફરન્સ માટે મહેમાનોના આગમનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેને જોતા કેદારનાથ ધામની હેલિકોપ્ટર સેવા બંધ કરી દેવામાં આવી છે
New Update
Latest Stories