જેલમાં કેજરીવાલને ડોકટરની જરૂર છે ! જેલ પ્રસાશને AIIMSને લખ્યો પત્ર...

જેમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ માટે વરિષ્ઠ ડાયાબિટોલોજીસ્ટની નિમણૂક કરવાનું કહેવામાં આવ્યું છે.

New Update
જેલમાં કેજરીવાલને ડોકટરની જરૂર છે ! જેલ પ્રસાશને AIIMSને લખ્યો પત્ર...

તિહાર જેલના ડીજી સંજય બેનીવાલે 20 એપ્રિલ શનિવારના રોજ AIIMSને પત્ર લખ્યો હતો. જેમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ માટે વરિષ્ઠ ડાયાબિટોલોજીસ્ટની નિમણૂક કરવાનું કહેવામાં આવ્યું છે. આ પત્ર પણ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા રવિવારે (21 એપ્રિલ) શેર કરવામાં આવ્યો હતો.આ દરમિયાન રવિવારે દિલ્હીના મંત્રી આતિષી ઈન્સ્યુલિન લઈને તિહાર જેલની સામે પહોંચ્યા હતા. તેમણે કેન્દ્ર સરકારને બ્રિટિશ રાજ કરતાં પણ વધુ ક્રૂર ગણાવી હતી. આ પહેલા આતિશીએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર કેજરીવાલની હત્યાનું કાવતરું ઘડી રહી છે.અરવિંદ કેજરીવાલ 1 એપ્રિલથી તિહાર જેલમાં છે. 18 એપ્રિલના રોજ તેણે કોર્ટમાં અરજી કરી તેના ડોક્ટરની સલાહ માગી હતી અને ઇન્સ્યુલિનની માગ કરી હતી, જેના પર 22 એપ્રિલે નિર્ણય આપવાનો છે.

Latest Stories