કેજરીવાલનો ભાજપ પર ગંભીર આરોપ,AAP સરકારને તોડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તેઓ દિલ્હીમાં AAP સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે.

New Update
કેજરીવાલનો ભાજપ પર ગંભીર આરોપ,AAP સરકારને તોડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તેઓ દિલ્હીમાં AAP સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે. કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે ભાજપના એક નેતાએ તાજેતરમાં દિલ્હીના 7 ધારાસભ્યનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે થોડા દિવસો પછી કેજરીવાલની ધરપકડ થશે. એ પછી અમે ધારાસભ્યોને તોડી નાખીશું.કેજરીવાલના જણાવ્યા અનુસાર, ભાજપે AAPના 7 ધારાસભ્યને કહ્યું છે કે 21 ધારાસભ્ય સાથે વાતચીત થઈ છે, અન્ય સાથે પણ વાત ચાલુ છે. ત્યાર પછી અમે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને પાડી દઈશું. તમે પણ આવી શકો છો.25 કરોડ રૂપિયા આપીશું અને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડાવીશું.કેજરીવાલે કહ્યું હતું કે જોકે ભાજપે દાવો કર્યો છે કે તેમણે અમારા 21 ધારાસભ્ય સાથે વાત કરી છે, પરંતુ અમારી માહિતી મુજબ તેમણે માત્ર 7 ધારાસભ્ય સાથે વાત કરી છે અને તમામે ભાજપની ઓફરને નકારી કાઢી છે. કેજરીવાલે દાવો કર્યો છે કે ભાજપના નેતાની આ વાતચીત રેકોર્ડ કરવામાં આવી છે.

Latest Stories