Connect Gujarat
દેશ

કેરળ : સાવધાન: બાળકોને મોબાઈલ આપતા પહેલા વાલીઓ ચેતજો, સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થતાં બાળકીનું થયું મોત

8 વર્ષની બાળકીનો જીવ જતો રહ્યો છે. બાળકીનું મોત ત્યારે થયું જ્યારે તેના હાથમાં રહેલો મોબાઇલ ફોન ફાટયો

કેરળ : સાવધાન: બાળકોને મોબાઈલ આપતા પહેલા વાલીઓ ચેતજો, સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થતાં બાળકીનું થયું મોત
X

આજ કાલ મોટા ભાગના બાળકો મોબાઈલ ફોન સાથે રમતા હોય છે. તેમાં અમુક યુ ટ્યુબ જોતાં હોય છે તો અમુક કાર્ટૂન જોતાં હોય છે. પણ ઘણી વાર મોટી દુર્ઘટના પણ બની જતી હોય છે. એવિ જ એક ઘટના કેરળ માંથી સામે આવી છે. જ્યાં એક 8 વર્ષની બાળકીનો જીવ જતો રહ્યો છે. બાળકીનું મોત ત્યારે થયું જ્યારે તેના હાથમાં રહેલો મોબાઇલ ફોન ફાટયો હતો. ડિવાઈસનું નામ Redmi Note 5 Pro છે. ફોરેન્સિક નિષ્ણાંત અનુસાર, દુર્ઘટના સમયે ફોન ચાર્જર પર લગાવ્યો નહોતો.

ફોન કથિત રીતે વધારે ગરમ થઈ રહ્યો હતો. જેનાથી એક વિસ્ફોટ થયો. જે છોકરી માટે ઘાતક સાબિત થયો. ફોરેન્સિક ટીમે પોતાના પ્રાથમિક તારણમાં સ્થાનિક પોલીસ સાથે શેર કર્યું અને વિસ્તૃત તપાસ કરવા માટે ઘટનાસ્થળથી ફાટેલો મોબાઈલ જપ્ત કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, એક વિસ્ફોટના પરિણામ સ્વરુપ આદિત્યશ્રીના ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ, જેનાથી તેના હાથની આંગળીઓ કપાઈ ગઈ અને હથેલી તૂટી ગઈ. આ બાળકી થિરુવિલ્વમાલાના ક્રાઈસ્ટ ન્યૂ લાઈફ સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી હતી. બાળકીના પિતા અશોક કુમાર, જે ખુદ પંચાયતના સભ્ય છે, તેમણે આની ગંભીર તપાસ કરવાની માગ કરી છે. કહેવાય છે કે, સ્થાનિક પોલીસ આ મામલે ગંભીર તપાસ કરી રહી છે.

Next Story