Connect Gujarat
દેશ

દિવાળીના એક દિવસ પહેલા જાણી લો આ 5 વાત, નહિતર ખરાબ થઈ જશે દિવાળીનો તહેવાર....

દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મમાં મહત્વનો તહેવાર માનવામાં આવે છે. લોકો આખા વર્ષ દરમિયાન તહેવારની રાહ જોતાં હોય છે

દિવાળીના એક દિવસ પહેલા જાણી લો આ 5 વાત, નહિતર ખરાબ થઈ જશે દિવાળીનો તહેવાર....
X

દિવાળીનો તહેવાર કારતક માસ અમાવસ્યાના રોજ ઉજ્વવામાં આવે છે. દિવાળીનો તહેવાર ખૂબ જ ખાસ હોય છે. કારણકે બધા લોકો પોતાના પરિવાર સાથે આ દિવાળીના શુભ દિવસોમાં એંજોય કરતાં હોય છે. પરંતુ જો તમે તમારા પરિવાર સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરવા માંગતા હોય તો ખાસ આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મમાં મહત્વનો તહેવાર માનવામાં આવે છે. લોકો આખા વર્ષ દરમિયાન તહેવારની રાહ જોતાં હોય છે.

1. દિવાળી દરમિયાન બાળકો ફટાકડા ફોડે છે. તેથી તમારે બાળકો સાથે રહેવું જોઈએ. બાળકો ફટાકડાથી દૂર રહેવાનો પ્રયત્ન કરે તો સારું, કારણ કે એક નાની એવું ભૂલ તમને પરેશાન કરી શકે છે.

2. જો તમારા ઘરમાં વડીલો છે. તો તમારે તેનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે દિવાળીના દિવસે પ્રદૂષણ ખૂબ જ વધારે હોય છે. જેના કારણે શ્વાસ લેવામાં પીએન ખૂબ જ તકલીફ થતી હોય છે. આથી જ વડીલો સાથે જ રહેવાનો પ્રયાસ કરો.

3. દિવાળીના દિવસે તમારે સંપૂર્ણ ઘરની બહાર ના નીકળવું જોઈએ. આ દિવસે ઘણી ચોરીઓ પણ થાય છે. આ સિવાય જો કોઈ ફટાકડા ઘરની અંદર પડે તો આગ લાગવાનો ભય રહે છે.

4. દિવાળી પર આપણે આપણાં ઘરને દિવડાઓથી સજાવીએ છીએ. પરંતુ જો તમે લેમ્પનો ઉપયોગ રહ્યા છો તો તેને પડદાથી દૂર રાખો. ઘણી વખત પડદામાં આગ પણ લાગી જતી હોય છે.

5. જો તમે દિવાળી પર તમારું ઘર સાફ કર્યું હોય તો તે દિવસ માટે સારું છે. પરંતુ તમારે તમારા ઘરમાં ચપ્પલ પહેરીને ના ફરવું જોઈએ. અને જો તમે આવું કરો છો તો તમારે સાંજની પૂજા સમયે તમારા ઘરને પણ સાફ કરવું ખૂબ જ જરૂરી છે.

Next Story