/connect-gujarat/media/post_banners/e2618c9903fe2cabb79a53685b9a049b0b397ead5633616f78b522002cd61220.jpg)
ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચુંટણીઓ આવી રહી હોવાથી રાજકીય ચહલપહલ વધી છે. રાજકીય પાર્ટીઓ વિવિધ કાર્યક્રમ યોજી રહી છે. લખીમપુરમાં થોડા દિવસો પહેલાં એક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રીય ગૃહરાજયમંત્રી અજય મિશ્રા તથા યુપીના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં ગૃહરાજયમંત્રી અજય મિશ્રાએ સ્ટેજ પરથી ખેડુતોને ધમકી આપી હતી.લખીમપુરમાં કાર્યક્રમ પુરો થયા બાદ વિરોધ પ્રદર્શન કરી રહેલાં ખેડુતોને પાછળથી પુરઝડપે આવેલી થાર જીપ ટકકર મારે છે. જીપની ટકકરથી ચાર જેટલાં ખેડુતોના સ્થળ પર મોત થાય છે. જયારે ચાર જેટલા ખેડુતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે.
અમે સવારથી સતત તમને લખીમપુરની માહિતી આપી રહ્યા છે. લેટેસ્ટ અપડેટની વાત કરવામાં આવે તો સવારે 12 વાગ્યાની આસપાસ દિલ્હીથી નીકળેલા રાહુલ ગાંધી અને કોંગ્રેસનું ડેલિગેશન આખરે લખીમપુર પહોચી ચૂક્યું છે. લખીમપુરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીની સાથે પંજાબના મુખ્યમંત્રી ચરણસિંહ ચન્ની અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ પણ છે. લખીમપુર જતાં પહેલા રાહુલ ગાંધી સીતાપુર પહોચ્યા હતા અને ત્યાં પોતાની બહેન પ્રિયંકાને મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધીની ધરપકડ કરી સીતાપુરમાં કેદ કરી દીધા હતા. લખીમપુરની ઘટનામાં આ સૌથી મોટા બ્રેકિંગ સામે આવી રહ્યા છે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી લખીમપુર પહોચી ચૂક્યા છે.