/connect-gujarat/media/post_banners/811815fb2b13404636ad4ac485b1ac49cb608f7378f84b2ee03a2dac89559de9.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે રસીકરણને લઈને રેકોર્ડ બન્યો છે. ગુજરાતમાં રેકોર્ડબ્રેક 22.15 લાખથી વધુ તેમજ દેશમાં 2.50 કરોડથી વધુ લોકોને રસી આપાવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે રસીકરણને લઈને દેશમાં રેકોર્ડ બન્યો છે. દેશમાં એક જ દિવસમાં 2.50 કરોડથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, જે એક વિશ્વ રેકોર્ડ છે. આ સાથે જ ભારતે કોરોનાની રસી લગાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવતા પાડોશી દેશ ચીનને પાછળ છોડી દીધા છે.
આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં વેક્સિનની મેઘા ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. રાજ્યમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 22.15 લાખથી વધુ નાગરિકોને રસી આપવામાં આવી. આ સાથે જ રાજ્યમાં કુલ વેક્સિનેશન ડોઝનો આંક હવે 5.57 કરોડ થઇ ગયો છે. જેમાંથી 3.95 કરોડે પ્રથમ ડોઝ અને 1.61 કરોડ લોકોએ બંન્ને ડોઝ લઈ લીધા છે.
દેશમાં કુલ સૌથી વધુ વેક્સિનેશનના ડોઝ અપાયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 9.31 કરોડ સાથે મોખરે, મહારાષ્ટ્ર 7.18 કરોડ સાથે બીજા, મધ્ય પ્રદેશ 5.61 કરોડ સાથે ત્રીજા, ગુજરાત ચોથા અને રાજસ્થાન 5.27 કરોડ સાથે પાંચમાં સ્થાને છે.