લિકર પોલીસી કેસ: અરવિંદ કેજરીવાલે જામીન 7 દિવસ લંબાવવાની માંગ સાથે સુપ્રીમમાં કરી અરજી

author-image
By Connect Gujarat
New Update
લિકર પોલીસી કેસ: અરવિંદ કેજરીવાલે જામીન 7 દિવસ લંબાવવાની માંગ સાથે સુપ્રીમમાં કરી અરજી

દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં જામીન પર રહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. જેમાં તેમણે મેડિકલ કન્ડીશનના આધારે જામીન વધુ 7 દિવસ લંબાવવાની માગ કરી છે. કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલની 21 દિવસની જામીન 1 જૂને પૂરી થઈ રહી છે.

આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર તેમની ધરપકડ બાદ કેજરીવાલનું વજન 7 કિલો ઘટી ગયું છે અને તેમનું કીટોન લેવલ ઊંચું છે જે કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે.ED કેસમાં જેલમાં ગયાના 50 દિવસ બાદ સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. કેજરીવાલ 10 મેના રોજ દિલ્હીની તિહાર જેલમાંથી મુક્ત થયા હતા.

Latest Stories