New Update
/connect-gujarat/media/post_banners/432f103af047e193a438e9659736f5ba28be247239be6b81feedef8e2265d7f3.webp)
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને આજે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના ઘરની મુલાકાત લીધી અને તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને અમિત શાહ હાજર રહ્યા હતા.વડાપ્રધાન મોદીએ 3 ફેબ્રુઆરીએ તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને ભાજપના સંસ્થાપક સભ્ય નાનાજી દેશમુખ પછી આ સન્માન મેળવનાર તેઓ BJP અને RSS સાથે જોડાયેલા ત્રીજા નેતા છે.
Latest Stories