લોકસભા ચૂંટણી 2024 : 5મા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન, ભારતની નાગરિકતા મળ્યા બાદ અક્ષય કુમારે કર્યું પ્રથમ મતદાન

લોકસભા ચૂંટણી 2024ના 5મા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

New Update
લોકસભા ચૂંટણી 2024 : 5મા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન, ભારતની નાગરિકતા મળ્યા બાદ અક્ષય કુમારે કર્યું પ્રથમ મતદાન

લોકસભા ચૂંટણી 2024ના 5મા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. પાંચમા તબક્કામાં મહારાષ્ટ્રની 13, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની 7, બિહારની 5, ઝારખંડની 3 અને ઓડિશાની 5 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. સાથે જ આ તબક્કામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં એક-એક સીટ પર મતદાન થઈ રહ્યું છે.

આજે મહારાષ્ટ્રમાં મતદાન થઈ રહ્યું છે અને બોલિવૂડ ખેલાડી કુમારે પહેલી વખત મતદાન કર્યું છે. ભારતીય નાગરિકતા મળ્યા બાદ પ્રથમ વખત મતદાન કરવા અંગે અક્ષય કુમારે કહ્યું કે,' હું ઈચ્છું છું કે ભારત વિકસિત અને મજબૂત રહે. મારો મત આના પર આધારિત છે. પહેલી વખત મતદાન કરીને સારું લાગ્યું..' આ સિવાય અભિનેતા ફરહાન અખ્તર અને ઝોયા અખ્તરે પણ વોટ આપ્યો છે.

Latest Stories