/connect-gujarat/media/post_banners/3a6d2a6f3627fbd9422a68479a7b3067a3d0c7a1d689a5a87eafe42a66d3d207.webp)
મધ્યપ્રદેશના સતનામાં સિટી કોતવાલી પૉલિશ સ્ટેશન હેઠળ બિહારી ચોક પાસે આવેલી 3 માળની બિલ્ડીંગ મંગળવારે રાતે લગભગ 10: 30 વાગે ધરાશાયી થઈ હતી. જેથી તેમાં કામ કરી રહેલા 3 મજૂરો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. જેમાંથી આ 1 શ્રમિકનું મોત નીપજયું છે જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. આ ઘટના બનતા શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ NDRF ટિમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી. અઢી કલાકની ભારે જહેમત બાદ 2 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે એક શ્રમિકનું મોત નીપજયું હતું. 2 જેસીબી મશીન લાવીને બધો કાટમાળ દૂર કરાયો હતો. ઇજાગ્રસ્તોને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા 10 દિવસથી અહીં બાંધકામ ચાલી રહ્યું હતું. 40 જૂની ઇમારત તોડફોડના કારણે નબળી પડી ગઈ હશે અને ધરાશાયી થઈ હશે.