મધ્યપ્રદેશ : બૈતુલના બસપાના ઉમેદવાર અશોક ભલાવીનું હાર્ટ એટેકથી નિધન

New Update
મધ્યપ્રદેશ : બૈતુલના બસપાના ઉમેદવાર અશોક ભલાવીનું હાર્ટ એટેકથી નિધન

દેશમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. આવા જામેલા માહોલમાં એક દુખદ ખબર આવી છે. મધ્ય પ્રદેશના બૈતુલના બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ઉમેદવાર અશોક ભલાવીનું હાર્ટ એટેકથી અવસાન થતાં ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી છે. કલેક્ટર નરેન્દ્ર સૂર્યવંશીએ આ અંગેની માહિતી ચૂંટણી પંચને મોકલી છે. એમપીના મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ રાજને કહ્યું કે બસપાના ઉમેદવારના મોત બાદ હવે બેતુલ સીટ પર ચૂંટણી પ્રક્રિયા નવેસરથી થશે.

Advertisment

BSP સુપ્રીમો અને યુપીના પૂર્વ સીએમ માયાવતીએ મધ્યપ્રદેશની બેતુલ લોકસભા સીટ પરથી અશોક ભલાવીને મેદાનમાં ઉતાર્યા હતા. બસપાના ઉમેદવારો આ તડકામાં પ્રચાર કરી રહ્યા હતા. આ દરમિયાન અશોક ભલાવીને હાર્ટ એટેક આવ્યો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.