/connect-gujarat/media/post_banners/a4ab4669663f90d805d763f25ddf60ae40e72a38c94d09aeadbe9e80912902b9.webp)
મધ્ય પ્રદેશના ખંડવામાં 50 લોકો ભરેલી બસ નદીમાં ખાબકી હતી. દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. જ્યારે 23 લોકો ઘાયલ થયા હોવાની વિગતો મળી રહી છે. ઘટનાની જાણકારી મળતા પોલીસ અને રાહત તથા બચાવ કાર્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મુસાફરોને બસમાંથી બહાર કાઢવાની કોશિશ થઈ રહી છે. બસ નદીમાં પડી જતાં હાહાકાર મચી ગયો હતો. આજૂબાજૂમાંથી પસાર થઈ રહેલા લોકોએ તાત્કાલિક બસમાં સવાર લોકોની મદદ કરવાનું શરુ કરી દીધું હતું. સાથે જ પોલીસને પણ જાણ કરી દીધી હતી. જેને લઈને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બચાવ ટીમ પણ ત્યાં સુધી આવી ગઈ હતી.
ઘટના સ્થળેથી મળેલી વિગતો અનુસાર, બસ ખંડવાથી સનાવદ તરફ જઈ રહી હતી. આ દરમિયાન બસનું બેલેન્સ બગડ્યું અને બસ નદીમાં ખાબકી હતી. આજૂબાજૂમાંથી પસાર થઈ રહેલા લોકોએ તાત્કાલિક મદદ માટે આગળ આવ્યા અને પોલીસ પ્રશસાનને સૂચના આપી. આ ઘટનાને લઈને લોકોમાં ભારે આક્રોશ છે.