Connect Gujarat
દેશ

મહારાષ્ટ્ર: નાસિકમાં બસ ઉંડી ખીણમાં ખાબકતા 18 મુસાફરો ઈજાગ્રસ્ત, રાહત બચાવ કામગીરી હાથ ધરાય

મહારાષ્ટ્રના નાસિકના સપ્તશ્રૃંગી ગઢ ઘાટ નજીક એક બસ ઊંડી ખીણમાં ખાબકતા અકસ્માત સજર્યો હતો જેમાં 18થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.

X

મહારાષ્ટ્રના નાસિકમાં એક ભયકંર અકસ્માતની ઘટના બની હતી. જેમા નાસિકના સપ્તશ્રૃંગી ગઢ ઘાટ નજીક એક બસ ઊંડી ખીણમાં ખાબકી હતી. બસ સપ્તશ્રૃંગી કિલ્લાથી ખામગાંવ તરફ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી.

આ દુર્ઘટનાની માહિતી મળતાં જ નાસિકના મંત્રી અકસ્માત સ્થળ પર પહોંચ્યા છે. સપ્તશ્રૃંગી કિલ્લા પર સ્થાનિક રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ દ્વારા રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ બસ દુર્ઘટનામાં એક મહિલાના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બસમાં કુલ 22 મુસાફરો સવાર હતા. આ અકસ્માત સવારે 6.50 કલાકે થયો હતો. અકસ્માતમાં 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Next Story