/connect-gujarat/media/post_banners/48f8337a47cfc860d9ba99b361e49084ee738ea37c7f8e30c40c8e66842a1ab0.webp)
મહારાષ્ટ્રના પાલઘર નજીકના મેળવી હાઇવે પર આજે મંગળવારે મુંબઇ તરફ જઇ રહેલી ટ્રકમાં આગ સળગી ઉઠતા ભારે દોડધામ મચી ગઇ હતી. ઘટના બાદ લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે હાઇવે પર વાહનોની લાંબી લાંબી કતાર લાગી જતા ટ્રાફિકજામ થઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર આજે મંગળવારે વહેલી સવારે માલસામાન ભરેલી ટ્રક મુંબઇ તરફ જઇ રહી હતી. તે વેળા મહારાષ્ટ્રના પાલઘર નજીકમા મેળવી હાઇવે પર અચાનક ટ્રકમાં આગ લાગી હતી.
જોતજોતામાં આખી ટ્રક લપેટમાં આવી જતા ભારે દોડધામ મચી ગઇ હતી. આગને પગલે પોલીસનો કાફલો પહોંચી ગયા બાદ લાશ્કરોની મદદથી આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરાઇ હતી. લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાને પગલે મુંબઇ તરફ જતા માર્ગ પર વાહનોની લાંબી લાંબી કતાર લાગી જતા ટ્રાફિકજામ થઇ ગયો હતો. આગ કાબુમાં લીધા બાદ ટ્રાફિક હળવો થયો હતો. આગ શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું છે. આ ઘટનામાં જાનહાની અંગે કોઇ વિગત બહાર આવી નથી.