નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહ પૂર્વે મમતા બેનર્જીએ કહી આ મોટી વાત...

ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે. આજે નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જોકે મોદી 3.0 સરકારના શપથ ગ્રહણ પહેલા TMC ચીફ મમતા બેનર્જીએ મોટો દાવો કર્યો છે.

New Update
મમતા બેનર્જી

ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે. આજે નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જોકે મોદી 3.0 સરકારના શપથ ગ્રહણ પહેલા TMC ચીફ મમતા બેનર્જીએ મોટો દાવો કર્યો છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, આ સરકાર લાંબો સમય નહીં ચાલે. મમતા બેનર્જીએ દાવો કર્યો કે, BJPના ઘણા નેતાઓ થોડા દિવસોમાં પાર્ટી છોડી શકે છે. ભાજપના ઘણા નેતાઓ ખૂબ નારાજ અને નાખુશ છે. આ સરકાર લાંબો સમય નહીં ચાલે.

તૃણમૂલ કોંગ્રેસ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે કે નહીં તેના જવાબમાં CM મમતા બેનર્જીએ કહ્યું કે, ન તો તેમને આમંત્રણ મળ્યું છે અને ન તો તેઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. TMC પ્રમુખે કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે નહીં. અમને શપથ ગ્રહણ સમારોહ માટે કોઈ આમંત્રણ મળ્યું નથી. તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં પરિવર્તનની જરૂર છે, અમે રાજકીય સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. જનાદેશ આવ્યા બાદ નરેન્દ્ર મોદી PM ન બને. તેમણે વધુમાં કહ્યું કે, આજે INDIA ગઠબંધને સરકાર બનાવવાનો દાવો કર્યો નથી તેનો અર્થ એ નથી કે, અમે ભવિષ્યમાં આવું નહીં કરીએ.

Latest Stories