New Update
કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે કહ્યું કે કોંગ્રેસે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A બ્લોકનું નેતૃત્વ કરવાનું વિચારવું જોઈએ નહીં. ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં અય્યરે આ વાત કહી.તેમણે કહ્યું, 'મમતા બેનર્જીમાં ક્ષમતા છે અન્ય નેતાઓ પણ છે જે ગઠબંધનનું નેતૃત્વ કરી શકે છે. જે તેનું નેતૃત્વ કરવા માગે છે તેને કરવા દો.મણિશંકર ઐયરે કહ્યું- વિપક્ષી ગઠબંધનનું નેતૃત્વ કોણ કરે છે તેનાથી કોઈ ફરક પડતો નથી.
કારણ એ છે કે કોંગ્રેસ અને તેના નેતાઓની સ્થિતિ હંમેશા મહત્વની રહેશે. એ જરૂરી નથી કે તે જ મહત્વનો પક્ષ હોય. તે વિપક્ષી ગઠબંધનમાં મહત્વનો પક્ષ રહેશે.દરેક પક્ષની સંસ્કૃતિ અલગ છે. ભાજપમાં તમે પીએમ મોદીના વખાણ કર્યા વિના 2 લાઇન પણ લખી શકતા નથી. મને કહેતા દુ:ખ થાય છે કે કોંગ્રેસમાં પણ આવી જ સંસ્કૃતિ છે. જો કે, આ ભાજપની જેમ ગુલામીની સંસ્કૃતિ નથી.
Latest Stories