Connect Gujarat
દેશ

મણિપુર હિંસા: રજા પર ગયેલા CRPF કોબ્રા કમાન્ડોની ગોળી મારી હત્યા, ઈન્કમટેક્સ કર્મચારી પણ બન્યો હિંસાનો શિકાર.!

CRPF CoBRA કમાન્ડો, જે રજા પર હતો, શુક્રવારે મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં તેના ગામમાં સશસ્ત્ર હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

મણિપુર હિંસા: રજા પર ગયેલા CRPF કોબ્રા કમાન્ડોની ગોળી મારી હત્યા, ઈન્કમટેક્સ કર્મચારી પણ બન્યો હિંસાનો શિકાર.!
X

CRPF CoBRA કમાન્ડો, જે રજા પર હતો, શુક્રવારે મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં તેના ગામમાં સશસ્ત્ર હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બીજી તરફ મણિપુરમાં ચાલી રહેલી હિંસા દરમિયાન ઈમ્ફાલમાં તૈનાત ઈન્કમ ટેક્સ વિભાગના એક અધિકારીનું મોત થયું છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે 204મી કોબ્રા બટાલિયનની ડેલ્ટા કંપનીના કોન્સ્ટેબલ ચોનખોલેન હાઓકિપનું બપોરે 2 થી 3 વાગ્યે મૃત્યુ થયું હતું. વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે કબાન્ડોની કયા સંજોગોમાં હત્યા કરવામાં આવી હતી તે સ્પષ્ટ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે પોલીસના પોશાક પહેરેલા કેટલાક હુમલાખોરો તેમના ગામમાં ઘૂસી ગયા હતા અને તેમની હત્યા કરી હતી.

ઈન્ડિયન રેવન્યુ સર્વિસ (આઈઆરએસ) એસોસિએશને શુક્રવારે જણાવ્યું હતું કે ઈમ્ફાલમાં તૈનાત ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર લેમિન્થાંગ હાઓકિપને જાતિ હિંસામાં તેમના સત્તાવાર નિવાસસ્થાનમાંથી ખેંચીને મારી નાખવામાં આવ્યા હતા. એસોસિએશને, હાઓકિપના ફોટા સાથેની ટ્વિટમાં, વંશીય હિંસાની સખત નિંદા કરી અને આવકવેરા અધિકારીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે આ મુશ્કેલ સમયમાં અમારી સંવેદના તેમના પરિવાર સાથે છે.

Next Story