રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં મેઘ મલ્હાર

117 તાલુકામાં મેઘ મલ્હાર ,કામરેજ,ઉમરગામમાં સૌથી વધારે 3 ઈંચથી વધુ વરસાદ,  તો સુરત શહેરમાં 3 ઈંચ, બોરસદમાં 3 ઈંચ, વાપીમાં 3 ઈંચ, વલસાડમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.

New Update
વરસાદ
Advertisment

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 25 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

Advertisment

કામરેજ,ઉમરગામમાં સૌથી વધારે 3 ઈંચથી વધુ વરસાદ,  તો સુરત શહેરમાં 3 ઈંચ, બોરસદમાં 3 ઈંચ, વાપીમાં 3 ઈંચ, વલસાડમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર, 12મી અને 13મી જુલાઇએ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં છૂટાછવાયા સ્થળો વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે 13મી જુલાઇએ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Latest Stories