ગુજરાતમાં સતત અઠવાડિયું રહેશે મેઘાની પધરામણી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ,છોટા ઉદેપુર, દિવ અને દમણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે.

New Update
મેઘ

બંગાળની ખાડીમાં ભારે વરસાદ લાવી શકતું લો પ્રેસર સર્જાયુ છે અને હજુ બીજું લો પ્રેસર સર્જાવાની આગાહી છે.

તો પશ્ચિમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે ટ્રોફ, દક્ષિણ ગુજરાતથી કેરલ વચ્ચે ટ્રોફના પગલે ગુજરાતમાં પણ ચોમાસુ જોરદાર બન્યું છે.

હવામાન વિભાગની આગાહી અને ચેતવણી અનુસાર, ગુજરાતમાં આખું અઠવાડિયું સાર્વત્રિક વરસાદ રહેશે .

 હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ,છોટા ઉદેપુર, દિવ અને દમણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે.

આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે.

Latest Stories