Connect Gujarat
દેશ

પ્રજાસત્તાક પર્વ પૂર્વે રાષ્ટ્રધ્વજને લઈ મોદી સરકારનો મોટો નિર્ણય, વાંચો રાજ્યોને શું આપ્યા આદેશ

એડવાઇઝરીમાં ભારતીય ધ્વજ સંહિતા(ઇન્ડિયન ફ્લેગ કોડ)નું કડકપણે પાલન કરવાના આદેશ આપ્યા છે.

પ્રજાસત્તાક પર્વ પૂર્વે રાષ્ટ્રધ્વજને લઈ મોદી સરકારનો મોટો નિર્ણય, વાંચો રાજ્યોને શું આપ્યા આદેશ
X

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોને એ નક્કી કરવા કહ્યું છે કે, મહત્વપૂર્ણ રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમત આયોજનોના કાર્યક્રમોમાં લોકો જે કાગળ પર બનેલા રાષ્ટ્ર ધ્વજ ફરકાવે છે તેને ન તો તોડવામાં આવે અને ન તો જમીન પર ફેંકવામાં આવે. ગણતંત્ર દિવસ સમારોહ પહેલા શુક્રવારે કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા એક એડલાઇઝરી જાહેર કરવામાં આવી છે.

એડવાઇઝરીમાં ભારતીય ધ્વજ સંહિતા(ઇન્ડિયન ફ્લેગ કોડ)નું કડકપણે પાલન કરવાના આદેશ આપ્યા છે. એડવાઇઝરીમાં કહેવાયું છે કે, રાષ્ટ્રીય ધ્વાજ આપણા દેશના લોકોની આશાઓ અને અપેક્ષાઓનું પ્રતિક છે. એટલા માટે આને સન્માન મળવું જોઇએ. રાષ્ટ્રીય ધ્વજ માટે સ્નેહ અને નિષ્ઠા છે. તેમ છતા ભારતીય ધ્વજ સંહિતાને લઇને લોકોની સાથે સરકારી સંગઠનો અને એજન્સીઓ વચ્ચે જાગરૂકતાની કમી જોવા મળે છે. પ્લાસ્ટિકના ઝંડાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે આને લઇને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને ભારતીય ધ્વજ સંહિતનું કડકાઇથી પાલન કરવા કહ્યું છે.

ગૃહમંત્રાલયે પત્રમાં કહ્યું છે કે, પ્લાસ્ટિકના ધ્વજ કે કાગળના ધ્વજની જેમ જૈવિક રીતે વિઘટિત નથી હોતા. ઝંડાની ગરિમાને અનુરૂપ પ્લાસ્ટિકથી બનેલા રાષ્ટ્રીય ધ્વજનો ઉચિત નિકાલ કરવો પણ એક વ્યવહારિક સમસ્યા છે. એટલા માટે એ નક્કી કરવું જોઈએ કે, રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમત કાર્યક્રમોના અવસરે ભારતીય ધ્વજ સંહિતા 2002ની જોગવાઈઓને અનુસાર જનતા દ્વારા માત્ર કાગળના બનેલા ધ્વજનો ઉપયોગ કરવામાં આવે.

Next Story