Connect Gujarat
દેશ

મોદીએ કહ્યું- વિપક્ષ કહે છે મારો પરિવાર નથી:દેશ મારો પરિવાર છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેલંગાણાના આદિલાબાદમાં 56 હજાર કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.

મોદીએ કહ્યું- વિપક્ષ કહે છે મારો પરિવાર નથી:દેશ મારો પરિવાર છે
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેલંગાણાના આદિલાબાદમાં 56 હજાર કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પછી તેમણે અહીં એક રેલીને સંબોધી હતી. 25 મિનિટના પોતાના ભાષણમાં તેમણે પરિવારવાદ, કોંગ્રેસ, BRS અને તેલંગાણાના વિકાસ વિશે વાત કરી હતી.PMએ કહ્યું- જ્યારે પણ હું પરિવારવાદની રાજનીતિની વાત કરું છું તો વિપક્ષના લોકો કહે છે કે મોદીનો કોઈ પરિવાર નથી. હું તેમને કહેવા માંગુ છું કે મારો દેશ, 140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે. મેં મારા દેશવાસીઓ માટે બાળપણમાં ઘર છોડ્યું, હું તેમના માટે મારું જીવન ખપાવી દઈશ.

વડાપ્રધાને તેલંગાણાની જૂની BRS સરકાર અને વર્તમાન કોંગ્રેસ સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું- TRS તો BRS બની ગઈ, પરંતુ કંઈ બદલાયું નહીં. BRS સરકારે અનેક મોટા- મોટા કૌભાંડો કર્યા. હવે કોંગ્રેસની સરકાર આવી ત્યારે કૌભાંડોની ફાઇલ દબાવીને બેસી ગઈ. તેમનો એક જ સિદ્ધાંત છે - તમે પણ ખાઓ અને અમે પણ ખાઈએ.

Next Story