/connect-gujarat/media/media_files/2025/07/12/5-1-2025-07-12-15-42-28.jpg)
મુંબઈને અડીને આવેલા નાયગાંવમાં એસી વાયરિંગ કરંટથી ૧૦મા ધોરણના વિદ્યાર્થીનું મોત થયું. બેડમિન્ટન રમતી વખતે આ અકસ્માત થયો.
મૃતક વિદ્યાર્થી સોસાયટીમાં તેના મિત્રો સાથે બેડમિન્ટન રમી રહ્યો હતો. આ દરમિયાન, તેનો શટલકોક પહેલા માળે આવેલા ઘરની બારીમાં ફસાઈ ગયો.
વિદ્યાર્થી શટલકોક બહાર કાઢવા માટે બારી પર ચઢી ગયો. આ દરમિયાન, તેને વીજળીનો ઝટકો લાગ્યો અને તે બારી સાથે ફસાઈ ગયો. વિદ્યાર્થીના એક મિત્રએ તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ વીજળીના ઝટકાથી બંને નીચે પડી ગયા. આ પછી, બીકા છોકરાઓ પણ આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.
આ ઘટના મુંબઈને અડીને આવેલા નાયગાંવના એક કોમ્પ્લેક્સની છે. શુક્રવારે સાંજે સોસાયટીની અંદર કેટલાક બાળકો બેડમિન્ટન રમી રહ્યા હતા. ૧૦મા ધોરણનો ૧૫ વર્ષનો વિદ્યાર્થી આકાશ સંતોષ સાહુ પણ મિત્રો સાથે રમી રહ્યો હતો. આ દરમિયાન, શટલ બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે તેનું મોત થયું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે 10 મા ધોરણનો વિદ્યાર્થી આકાશ સાંજે 7 વાગ્યાની આસપાસ સોસાયટીના કમ્પાઉન્ડમાં તેના મિત્રો સાથે બેડમિન્ટન રમી રહ્યો હતો. આ દરમિયાન શટલકોક પહેલા માળે આવેલા ફ્લેટની બારીમાં ફસાઈ ગયો. જ્યારે તે શટલ ખેંચવા ગયો ત્યારે આકાશને બારીમાંથી એસી કરંટનો જોરદાર ઝટકો લાગ્યો અને તે ત્યાં પડી ગયો.
આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. એસીમાંથી કરંટ આટલો જોરદાર કેવી રીતે નીકળ્યો અને તેના માટે કોણ જવાબદાર છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
ઇલેક્ટ્રિક શોક લાગ્યા બાદ આકાશ બેભાન થઈ જાય છે. તેના ચાર મિત્રો તેની પાસે દોડી જાય છે અને પાણીની બોટલ પણ લાવે છે. જોકે, પાણી રેડવા અને ખૂબ હલાવવા છતાં પણ જ્યારે આકાશ ભાનમાં ન આવે ત્યારે તેના મિત્રો તેને ઉપાડીને લઈ જાય છે.
Mumbai | incident | Electric Current