/connect-gujarat/media/post_banners/81b6460b4a7aed194c3478f15dd85f5f705cfdff9f7b952fd41f9ad94c5f945b.webp)
મુંબઈમાં દિલ્હી જેવો શ્રદ્ધા મર્ડર કેસ જેવો કિસ્સો સામે આવ્યો છે. અહીંના મીરા રોડ વિસ્તારમાં એક 32 વર્ષીય મહિલાની તેના 56 વર્ષીય લિવ-ઈન પાર્ટનર દ્વારા હત્યા કરવામાં આવી હતી. બાદમાં તેના મૃતદેહના કટરથી ટુકડા કરી નાંખ્યા હતા. હત્યારો આટલેથી જ અટક્યો નહોતો, તેણે કૂકરમાં મૃતદેહના કેટલાક ટુકડા બાફી નાંખ્યા હતા અને કૂતરાઓને ખવડાવી દીધા હતા. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે.
આરોપીનું નામ મનોજ સાહની છે. તે છેલ્લાં 3 વર્ષથી મીરા રોડ વિસ્તારમાં આકાશગંગા બિલ્ડિંગના સાતમા માળે ભાડાના ફ્લેટમાં સરસ્વતી વૈદ્ય નામની મહિલા સાથે રહેતો હતો. ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં બિલ્ડિંગના લોકોએ બુધવારે પોલીસને જાણ કરી, ત્યાર પછી અહીં પોલીસ તપાસ માટે પહોંચી હતી. પોલીસને શંકા છે કે શરીરના કેટલાક ભાગો રખડતાં કૂતરાઓને ખવડાવવામાં આવ્યા હતા. સોસાયટીના રહેવાસીઓએ પોલીસને જણાવ્યું કે, આરોપી છેલ્લા બે-ત્રણ દિવસથી કૂતરાઓને ખવડાવતો જોવા મળ્યો હતો. આ લોકોએ જણાવ્યું કે આરોપીને આ પહેલાં ક્યારેય આવું કરતા જોયો નથી.