નરેન્દ્ર મોદી આવતીકાલે ત્રીજીવાર લેશે વડાપ્રધાન તરીકે શપથ

NDA સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી રવિવારે સાંજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે મોદીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું.

New Update
નરેન્દ્ર મોદી

NDA સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી રવિવારે સાંજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે મોદીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. મુર્મુએ મોદીને વડાપ્રધાન પદ માટે નામાંકિત કર્યા છે. લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળ એનડીએને 293 બેઠકો મળી હતી. જ્યારે ભાજપે એકલા હાથે 240 બેઠકો જીતી છે. પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, ભૂટાન, નેપાળ, મોરેશિયસ અને સેશેલ્સના ટોચના નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે.

પીટીઆઈના જણાવ્યા અનુસાર શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે અર્ધલશ્કરી દળોની પાંચ કંપનીઓ, નેશનલ સિક્યૂરિટી ગાર્ડ (NSG) કમાન્ડો, ડ્રૉન અને 'સ્નાઈપર્સ' તૈનાત કરવામાં આવી છે. વિદેશી મહેમાનો રાજધાનીની લીલા, તાજ, આઈટીસી મૌર્ય, ક્લેરિજ અને ઓબેરોય હૉટલમાં રોકાશે. જેના કારણે હૉટલોને સુરક્ષા કવચ હેઠળ લેવામાં આવી છે. 

Latest Stories