નરેન્દ્ર મોદી આવતીકાલે ત્રીજીવાર લેશે વડાપ્રધાન તરીકે શપથ
NDA સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી રવિવારે સાંજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે મોદીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું.
NDA સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી રવિવારે સાંજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે મોદીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું.
રાષ્ટ્રપતિએ NDA નેતા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે 09 જૂન 2024ના રોજ સાંજે 07:15 કલાકે વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદના અન્ય સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવશે