કોરોના પાછો આવી રહ્યો છે ! તહેવારો ટાણે કોરોનાના નવા વેરિયન્ટે સૌની ચિંતા વધારી...

કોરોનાના કેસમાં ઝડપથી વધારો થવાનું કારણે કથિત રીતે BF.7 અને BA.5.1.7 વેરિયન્ટ જ ગણવામાં આવી રહ્યું છે.

New Update
કોરોના પાછો આવી રહ્યો છે ! તહેવારો ટાણે કોરોનાના નવા વેરિયન્ટે સૌની ચિંતા વધારી...

દેશ-દુનિયામાં કોરોના હાહાકાર મચાવી ચૂક્યો છે. કોરોનાના વધેલા સંક્રમણના કારણે કેટલાક વર્ષોથી પૂર્ણ રીતે છૂટછાટથી તહેવારોની ઉજવણી થઇ શકી નહતી. ત્યારબાદ દેશમાં કોરોનાના કેસ સતત ઘટતા પ્રતિબંધોને હટાવવામાં આવી રહ્યા હતા. પરંતુ તહેવારો અને શિયાળા પહેલા જ કોરોનાના નવા એક વેરિયન્ટે સૌની ચિંતા ફરી વધારી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર, કોરોનાનો આ નવો વેરિયન્ટ ઓમિક્રોનનો સબ-વેરિયન્ટ છે. તેનું નામ BA.5.1.7 છે અને આ વાયરસ ઘણો ઝડપથી ફેલાય છે. માહિતી અનુસાર, ભારતમાં BF.7 સબ-વેરિયન્ટના પહેલા કેસ અંગે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે અભ્યાસ કર્યો છે.

કોરોનાના કેસમાં ઝડપથી વધારો થવાનું કારણે કથિત રીતે BF.7 અને BA.5.1.7 વેરિયન્ટ જ ગણવામાં આવી રહ્યું છે. ઓમિક્રોનના નવા સબ-વેરિયન્ટ BA.5.1.7 અને BF.7, વધુ પડતો સંક્રામક માનવામાં આવે છે અને હવે દુનિયા ભરમાં ફેલાઇ રહ્યો છે. એક્સપર્ટે દિવાળી, નૂતન વર્ષ, ધનતેરસ, ગોવર્ધન પૂજા અને ભાઇબીજ પહેલા પણ યોગ્ય સાવધાની રાખવાની સલાહ આપી છે.

Latest Stories