કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને સોમવારે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.એવું કહેવામાં આવ્યું છે કે, સીતારમણને હોસ્પિટલના ખાનગી વોર્ડમાં રાખવામાં આવ્યા હતા.63 વર્ષીય સીતારમણને બપોરે 12 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે તેમને શું તકલીફ થઈ છે તે અંગેની માહિતી હજુ સ્પષ્ટ થઈ નથી.ગઈકાલે જ સીતારમણે દિલ્હીમાં 'સદૈવ અટલ' ખાતે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
તાજેતરમાં તમિલનાડુની એક યુનિવર્સિટીમાં એક દીક્ષાંત સમારોહ દરમિયાન નાણાંમંત્રીએ કહ્યું હતું કે, ભારત વિશ્વની ફાર્મસી તરીકે ઓળખાય છે કારણ કે દેશ સસ્તું ખર્ચે વિશ્વસ્તરીય દવાનું ઉત્પાદન કરે છે. તેમણે કહ્યું કે ભારત આફ્રિકામાં જેનરિક દવા ની માંગના 50%, યુએસમાં જેનરિક દવાઓના 40% અને યુકેમાં તમામ દવાઓના 25% સપ્લાય કરે છે નિર્મલા સિતારામન દાખલ કરવાના સમાચાર મળતા કેન્દ્રના વરિષ્ઠ મંત્રીઓ અને ભાજપના હોદ્દેદારો હોસ્પિટલ પહોંચી રહ્યા છે